Posts

Showing posts from January, 2024

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Image
          Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વ

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

Image
        Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે  ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના  યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

Republic day celebration.

Image
 

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે 75 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

Image
   Khergam : પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે 75 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. જેમાં આ શાળામાં શિક્ષણ મેળવેલ દિકરી પ્રતિક્ષાબેન બિપીનભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિકરી સદર શાળામાં અભ્યાસ કરી બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી એમ.કોમનાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જે શાળા માટે ગર્વની બાબત છે. જેમને આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે તેમનું ગ્રામ પંચાયતના સભ્ય રાકેશભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ દ્વારા ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિ ગીત, બાળગીત, વકૃત્વ અને અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતાં. આ રાષ્ટ્રીય પર્વના દિને ગ્રામ પંચાયત ખેરગામના સભ્યશ્રી રાકેશભાઈ પટેલ, આદિવાસી અગ્રણી અને lic devlopment  officer શ્રી જયેશભાઈ પટેલ, જશવંતભાઈ પટેલ, એસ.એમ.સીના સભ્યો, ગામના આગેવાન શશીકાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, શાકભાજી અને ફળોના વેપારી કૌશિકભાઈ પટેલ, મયંક રતિલાલ,અરવિંદભાઈ પટેલ, સંજયભાઈ, હિતેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ,ગણેશભાઈ પટેલ, ન

Khergam : ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
    Khergam : ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.  આપણો પ્રજાસત્તાક દિવસ આપણા અસ્તિત્વનો દિવસ છે. આજે ભારત એક હતું, આજે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ દોહરાવવાનો છે. ચાલો આપણે બધા ભારતીયો આપણા અસ્તિત્વનો જયજયકાર કરીએ, ચાલો આપણે બધા ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારત માતાનો જયજયકાર કરીએ. ધારાસભ્યશ્રી : નરેશભાઇ પટેલ

ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

      ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન.

Image
   Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન. ખેરગામ ઈલેવન પાંચ રનથી વિજેતા. બેસ્ટ બેટ્સમેન ઋતિક પટેલ જાહેર. ચીખલી તાલુકાના કલયારી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છેલ્લા ૨૪ વર્ષથી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોડિયા સમાજની ૧૭૨ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલની અંતિમ મેચમાં ખેરગામ ઇલેવન અને સારણ ઈલેવન વચ્ચે ફાઈનલનો જંગ ખેલાયો હતો.  જેમાં ખેરગામ ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરી ૬ ઓવરમાં ૬૦નો ટાર્ગેટ સારણ ઇલેવનને આપ્યો હતો. સારણ ઈલેવન ૫૫ રન ઉપર સમેટાઈ જતા પાંચ રનથી વિજય મેળવી ખેરગામ ઇલેવન ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન ઋતિક પટેલ રહ્યો હતો.  જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ વિતરણ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં ખેરગામ ઇલેવન ચેમ્પિયન બનતા ખેરગામ પંથકના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના

    વાંસદાવિધાન સભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

ધોડિયા બોલીમા જોક્સ | ધોડિયા language joks

 ચંગુએ પોહીએ ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કધાં. પોહી : તુણે‌‌ આરી ફ્રેન્ડશિપ કરે  ઈ કરતા તે મેં મરી જામના પસંદ કરે. ચંગુ‌ આખે‌: પોહીયા અહીઆજ ઉવે. મરી જાય પણ કાંય કામ નાંય આવે. માસ્તારે આયખા : પોહાં અહા એક વાક્ય આખા તે તેમાં હિન્દી, ઉર્દૂ, પંજાબી અને અંગરેજીયાઓ પરયોગ ઉનેલો ઉવે. ચંગુએ આયખા‌: ઇશ્ક દી ગલી વિચ No Entry! હાહુએ આરખા: વોલ તુલા કુલીક વાર આયખા તે બાર જાય તે ચાંલ્લો લગાવીને જે.  વોવે આયખા : અવે તે  જિન્સ લેન્ઘો પોધેલા પર કુણ લગાવે? ડોહે ? હાહુ  આયખા: મેં કિયાર આયખા કાં લેંઘા પર લગાવ. મેં તે ડોયે મા લગાવુલાગ આખેલા.

ધોડિયા બોલીયા કુલાક શબ્દો| ધોડિયા બોલીના કેટલાક શબ્દો|dhodiya language words

 ગુજરાતી  ધોડિયા મારું -     માણા તારું -     તુણા કેમ છે -   કહાંક/કોહાંક આય સારું છે.- હાજાં આય છોકરો - પોહો છોકરી - પોહી પિતા -      બાહ માતા -     વાય, આઇડી, આયા બેન -      બણી ભાઈ -       ભાયા ઢોર -       ડોબાં દાદા -      ઘડો બાહ, બાલો હું આવું છું -  મેં આવે તાંય વાઘ  -         ખડિયાં બનેવી - ભાવડ ખાધુ કે - ખાધાં કાહે ભાઈ - ભાહ ક્યાં જાવો છો? - કેધે ચાલનો? ક્યાં ગયાં હતાં? કે ધે ગેલો ? ક્યાં ગયો ? - કે ધે ગો ? એ બાજુ ગયો. - એ ધે ગો.  પાંગળો -  ફોદો દાદી - ઘઢી આય, આયલી  મોકલજો - દવડી, દવડજા બોલાવે છે.- હાદે તાય  બૂમ પાડે છે.- બમ પાડે તાય  તમે - તુમી, તુવા તમારા - તુમણા  તમારી - તુમણી  જોઈએ છે. - જોજે તાય. આપજે - ઓફી, ઓફજે  ખાધું - ખાધાં નહાવું - અંગોળ નફ્ફટ - નકટો  જાઓ છો કે નહીં? - જામનો કાં નાય? પત્ની - દોહાડી  પતિ - માટી, માટીડો પેન્ટ - લેંઘો  પહેરવું - પોધો   બકરી બકરો - બોકડી બોકડો  મરચું - મીચીલો  કોને ? - કૂણાં કહ્યું - આયખા  કહ્યું હતું.-આખેલા આય કાંજી - ભડકાં, પેજવા  પીવું છે કે નહીં? પીમનો કાં નાય? ઊંઘવું છે કે નહીં? હૂમનો કાં નાય? ભણવું -

માણા બ્લોગમાં તુમણા સ્વાગત આંય.

 માણા ધોડિયો બ્લોગરમાં તુમણા સ્વાગત આય. દુનિયાઈ બધી જાતિયા લોકા પોતાઈ જાતિયા હારું ગર્વ કરે તે આપણે કજે નાંય ગર્વ કરું.? તુમી કાં આખા ? અવે મેં ભી ગર્વ થી આખે તાય કા મે ધોડિયો આદિવાસી આંય.