Khergam : પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે 75 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
Khergam : પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે 75 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.
જેમાં આ શાળામાં શિક્ષણ મેળવેલ દિકરી પ્રતિક્ષાબેન બિપીનભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિકરી સદર શાળામાં અભ્યાસ કરી બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી એમ.કોમનાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જે શાળા માટે ગર્વની બાબત છે. જેમને આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે તેમનું ગ્રામ પંચાયતના સભ્ય રાકેશભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ દ્વારા ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિ ગીત, બાળગીત, વકૃત્વ અને અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતાં.
આ રાષ્ટ્રીય પર્વના દિને ગ્રામ પંચાયત ખેરગામના સભ્યશ્રી રાકેશભાઈ પટેલ, આદિવાસી અગ્રણી અને lic devlopment officer શ્રી જયેશભાઈ પટેલ, જશવંતભાઈ પટેલ, એસ.એમ.સીના સભ્યો, ગામના આગેવાન શશીકાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, શાકભાજી અને ફળોના વેપારી કૌશિકભાઈ પટેલ, મયંક રતિલાલ,અરવિંદભાઈ પટેલ, સંજયભાઈ, હિતેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ,ગણેશભાઈ પટેલ, નટુભાઈ પટેલ, જીતેન્દ્ર પટેલ, મયંક પટેલ, રતિલાલ પટેલ, સંદીપભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, તેમજ ગામના આગેવાનો, શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ચોકલેટ અને નાસ્તાની વ્યવસ્થા ગામના આગેવાનો તરફથી કરવામાં આવી હતી.
Comments
Post a Comment