Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું.

       

Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું.

44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024 શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બાલેવાડી પૂના મહારાષ્ટ્ર ખાતે 13 ફેબ્રુઆરી થી 17 ફેબુઆરી 2024 દરમિયાન યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી મણીલાલ એલ. પટેલ તથા બાબુભાઈ એસ પટેલ નિવૃત્ત S.T. કર્મચારીએ ભાગ લીધો હતો. બંને દોડવીરોએ  ઉત્કૃષ્ટ પ્રશંસનીય દેખાવ કરતાં રાષ્ટ્રીય  કક્ષાએ મેડલ વિજેતા બન્યા હતા. 

ખેરગામ તાલુકાના નાંધઈ વાળી ફળિયાના રહેવાસી તથા એસ.ટી નિવૃત્ત કર્મચારી  બાબુભાઈ સામજીભાઈ પટેલે તારીખ 13/02/2024 ના મંગળવારે  સુંદર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ 70 વર્ષથી ઉપરની કેટેગરીમાં 800મી દોડમાં આખા ભારત દેશના દોડવીરોને પછાડી  રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે વિજેતા બન્યા હતા.

જ્યારે તા. 14/02/2024 નો દિવસ પણ બાબુભાઈ માટે સોનાનો સૂરજ ઉગ્યો. 400મી દોડમાં પણ આ બુઝુર્ગ યુવાને યુવાનોને પણ શરમાવે એવું પ્રદર્શન કરી ભારત દેશના ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા રમતવીરોને પછાડી દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતાં.

રખે ભૂલતાં કે આપણાથી ગામની ગલીમાં પણ જીતી શકાતું નથી. જ્યારે આ બુઝુર્ગ યુવાને  44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024 માં 800મીટર અને 400મીટર હરિફાઈમાં દ્વિતીય ક્રમે વિજેતા બની  ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું હતું.

સલામ છે એવા રમતવીરોને.

Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

ધોડિયા બોલીમા જોક્સ | ધોડિયા language joks

ધોડિયા બોલીયા કુલાક શબ્દો| ધોડિયા બોલીના કેટલાક શબ્દો|dhodiya language words