Posts

Showing posts from February, 2024

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

Image
                                   Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂ...

Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
              Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. આજરોજ કુમાર શાળા ખેરગામ માં શાળા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા નાં smc સભ્ય સબનમ બાનું ખાલિદ શેખ દ્વારા કાર્યક્રમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.તથા બી.આર.સી.કો.ઓર્ડીનેટર વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શાળા ના 5 થી 8 નાં બાળકો અને શિક્ષકોના પ્રયત્નો થકી ૨૫ કૃતિઓ નું સુંદર મજાનું નિદર્શન કરવામાં આવ્યું તથા ધોરણ  ૧ થી ૪ નાં બાળકો દ્વારા વૈજ્ઞાનિક રમકડાંનું નિદર્શન કરવામાં આવ્યું હતું.સાથે સાથે વિજ્ઞાન શિક્ષક મેહુલભાઈ બી. પટેલ દ્વારા વિજ્ઞાનને લાગતી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.તમામ બાળકોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો તથા કાર્યક્રમનાં અંતે બાળકોને પ્રમાણપત્ર તથા શિક્ષણ કિત આપીએ તમામ સ્પર્ધક બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક તથા બાળકોની સર્જન શક્તિ વિકસે એવો રહ્યો હતો. શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ ભાગ લીધેલ બાળકો અને...

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

Image
                                       Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

Image
               ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં. બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે.  ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે.  ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબ...

મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ.

Image
   મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ. નવયુવાન યુગલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ સામજભવન ખાતે યોજાયેલ લગ્નમાં પ્રકૃતિ પૂજા સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં જે બળદગાડામાં લગ્નની જાન લઈ જવામાં આવી હતી એજ બળદગાડામાં યુવાન જાન લઈને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી સંસ્કૃતિને અપનાવી પુનઃ તેના અમલ સાથે સંસ્કૃતિ જળવાય રહે તે માટેના પ્રયાસો યુવાનો કરી રહ્યા છે. ત્યારે નવસારી સમાજભવન ખાતે નવયુગલ કિંજલ પટેલ અને નિકુંજ પટેલના લગ્ન લેવાયા હતાં. આ લગ્નમાં બન્ને પક્ષ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતનના પ્રયાસો કરવામાં આવ્યા છે. પૂજાવિધિમાં પણ પ્રકૃતિ પૂજા જ કરવામાં આવી હતી. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં નરગીસના લગ્ન ટાણે જે બળદગાડામાં જાન આવે એ જ બળદગાડું હાલ પણ હયાત હોય એમાં યુવાન જાન લઈને આવ્યો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલ તો આદિવાસી સંસ્કૃતિને ટકાવવાની યુવા પેઢી પણ પ્રયાસો કરી રહી છે એ બિરદાવવા લાયક છે. સમયની સાથે કેટલાક બદલાવો થઈ રહ્યા છે આવનારી...

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

Image
      Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી. રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી.   નોટીફા...

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Image
      Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બ...

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

Image
             ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેન...

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

   વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam : ખેરગામ તાલુકાના વાડ ગામના ઉંચાબેડા, આંબા ફળિયા ખાતે આગજની બનાવની ઘટના બની.

Image
               Khergam : ખેરગામ તાલુકાના વાડ ગામના ઉંચાબેડા, આંબા ફળિયા ખાતે આગજની બનાવની ઘટના બની. "ખેરગામ તાલુકાના વાડ ગામના ઊંચા બેડા, આંબા ફળિયા ખાતે એક ઘરમાં આગ લાગવાની ઘટના દુઃખદ." : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  આ ઘટનાની જાણ થતા તુરંત જ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચી ઘરમાં વસતા પરિવારને સાંત્વના પાઠવી તથા જરૂરી તમામ સહાય ત્વરિત પહોંચાડવા માટે તંત્રના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
        ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખશ્રી અને સમાજસેવક, ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ સમાજના ઉત્થાન અને સમાજ જાગૃતિ માટે કાર્ય કરતા રહે એવી આજનાં જન્મ દિવસે વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

Image
           ધોડિયા સમાજના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મણીબેન પટેલને ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મણીબેન બાપુભાઇ ધોડિયા : સ્વાતંત્ર્ય સેનાની  મુ.:વહેવલ તા: મહુવા  જન્મ : ૨૨-૦૨-૧૯૨૨ સ્વર્ગવાસ : ૨૨-૦૨-૨૦૨૩  ૨૨-૨-૧૯૨૨ રોજ જન્મેલા એટલે કે, ૯૭ વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સરળ આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મહુવા તાલુકાના વહેવલના મણીબેન બાપુભાઈ ઘોડીઆએ ' કરેંગે યા મરેંગે' ની લડતમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો હતો. ત્યારે તો સરકાર વિરુદ્ધ કઈ પણ નારા લગાવતા જેલમાં પણ ગયા હતાં. વિદેશી કાપડ વેચતા વેપારીઓની દુકાન સામે પિકેટિંગ કરવા જતા હતા ત્યારે ઓલપાડથી તેમની ધરપકડ થયેલી અને એમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવેલા.છ મહિના સજા થયેલી પણ જેલ ભરો આંદોલનના પરિણામે જેલમાં ભરાવો થઈ જતા ચાર મહિના બાદ છોડી મૂકવામાં આવેલા. તે સમયે સ્વાતંત્રય સંગ્રામમાં મણીબેનના પતિ બાપુભાઈ કેશવભાઈ ધોડીઆ પણ હતા.  ગાંધીજી, સરદાર અને નેતાજી સાથે કામ કર્યું હતું.

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
            Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વ...

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

Image
        પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે.  ...

Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું.

Image
        Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું. 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024 શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બાલેવાડી પૂના મહારાષ્ટ્ર ખાતે 13 ફેબ્રુઆરી થી 17 ફેબુઆરી 2024 દરમિયાન યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી મણીલાલ એલ. પટેલ તથા બાબુભાઈ એસ પટેલ નિવૃત્ત S.T. કર્મચારીએ ભાગ લીધો હતો. બંને દોડવીરોએ  ઉત્કૃષ્ટ પ્રશંસનીય દેખાવ કરતાં રાષ્ટ્રીય  કક્ષાએ મેડલ વિજેતા બન્યા હતા.  ખેરગામ તાલુકાના નાંધઈ વાળી ફળિયાના રહેવાસી તથા એસ.ટી નિવૃત્ત કર્મચારી  બાબુભાઈ સામજીભાઈ પટેલે તારીખ 13/02/2024 ના મંગળવારે  સુંદર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ 70 વર્ષથી ઉપરની કેટેગરીમાં 800મી દોડમાં આખા ભારત દેશના દોડવીરોને પછાડી  રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે તા. 14/02/2024 નો દિવસ પણ બાબુભાઈ માટે સોનાનો સૂરજ ઉગ્યો. 400મી દોડમાં પણ આ બુઝુર્ગ યુવાને યુવાનોને પણ શરમાવે એવું પ્રદર્શન કરી ભારત દેશના ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા રમતવીરોને પછા...

Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન.

Image
      Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન. ખેરગામ સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં સોમવારના રોજ ડૉ.એસ.એમ. પટેલના અધ્યક્ષતામાં સપ્તધારા, રાષ્ટ્રીય સેવા યોજના, ઉદિશા, રમત-ગમત તેમજ આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગ દ્વારા થયેલી શૈક્ષણિક અને વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ જુદી જુદી પ્રવૃતિઓમાં સહભાગી બનવા બદલ તેમને સન્માનિત કરવા માટે ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નક્કી છે કે, વિદ્યાર્થીને પ્રોત્સાન મળે અને ઉતરોત્તર પ્રગતિ કરી જીવનમાં આગળ વધે તેમજ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે હેતુથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ને ૫૦૦ અને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરનારને ૩૫૧ અને તૃતીય થયેલ અને ક્રમ પ્રાપ્ત કરનારને ૨૫૧ લેખે રોક્ડ પુરસ્કાર અને ૭૫ ટ્રોફી અને ૧૪૯ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  જે નિમિત્તે વાલી પ્રતિનિધિ મંડળના પ્રમુખ અને ખેરગામના સામાજિક કાર્યકર્તા અમ્રતભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને ખેરગ...