ધોડિયા બોલીયા કુલાક શબ્દો| ધોડિયા બોલીના કેટલાક શબ્દો|dhodiya language words

 ગુજરાતી  ધોડિયા

મારું -     માણા

તારું -     તુણા

કેમ છે -   કહાંક/કોહાંક આય

સારું છે.- હાજાં આય

છોકરો - પોહો

છોકરી - પોહી

પિતા -      બાહ

માતા -     વાય, આઇડી, આયા

બેન -      બણી

ભાઈ -       ભાયા

ઢોર -       ડોબાં

દાદા -      ઘડો બાહ, બાલો

હું આવું છું -  મેં આવે તાંય

વાઘ  -         ખડિયાં

બનેવી - ભાવડ

ખાધુ કે - ખાધાં કાહે

ભાઈ - ભાહ

ક્યાં જાવો છો? - કેધે ચાલનો?

ક્યાં ગયાં હતાં? કે ધે ગેલો ?

ક્યાં ગયો ? - કે ધે ગો ?

એ બાજુ ગયો. - એ ધે ગો. 

પાંગળો -  ફોદો

દાદી - ઘઢી આય, આયલી 

મોકલજો - દવડી, દવડજા

બોલાવે છે.- હાદે તાય 

બૂમ પાડે છે.- બમ પાડે તાય 

તમે - તુમી, તુવા

તમારા - તુમણા 

તમારી - તુમણી 

જોઈએ છે. - જોજે તાય.

આપજે - ઓફી, ઓફજે 

ખાધું - ખાધાં

નહાવું - અંગોળ

નફ્ફટ - નકટો 

જાઓ છો કે નહીં? - જામનો કાં નાય?

પત્ની - દોહાડી 

પતિ - માટી, માટીડો

પેન્ટ - લેંઘો 

પહેરવું - પોધો  

બકરી બકરો - બોકડી બોકડો 

મરચું - મીચીલો 

કોને ? - કૂણાં

કહ્યું - આયખા 

કહ્યું હતું.-આખેલા આય

કાંજી - ભડકાં, પેજવા 

પીવું છે કે નહીં? પીમનો કાં નાય?

ઊંઘવું છે કે નહીં? હૂમનો કાં નાય?

ભણવું - ભણુનો

ભાગવું - નાંઠો 

સાવરણી - ભુહારી 

બ્લાઉઝ - ડગલી, 

બૂટ - ખાહડે 

છોકરાં - પોહટે

છોકરો - પોહો, પોહટો

છોકરી - પોહી, પોહટી

છોકરું - પોહા

ખેતર - કેન્ડા, કિયાડે, કેન્ડુ 

હમણાં જ - ઈમી જ 

રમવા માટે - રમું લાગ.

જવા દે - જામદે  

રિસાઈ ગઈ - ખતાય ગોયેલી. 

જોવા માટે - હેરુલાગ 

શોધવા માટે- હોધુલાગ

સળગાવુ - હળગાવી 

દીધું - દેધા

લીધું -લેધા 

દીધું - દેધા.   

જોયો હતો - હેરેલો 

જોઈએ હતી. - હેરેલી 

જોઈ - હેરી 

ખેરગામ - ખરગાવ

શાક - હાક 

કાપવા - કાપુલાગ 

સારું થયું - હાંજા ઉના 

સળગી ગયું- બળી ગુવા 

સ્વર્ગસ્થ - મન્નાર 

ઘરજમાઈ - ખંધાડ, ખંધાડિયો

બળદ -બલીયો,બલ્યો 

વાંસ - વહજાળ 

બાવળ - બાવળો 

કેમ ? - કજે?

શું કરવું? કાં કરુના ?

ઈંડાં - હાખવે

કરમદા - કમદી

કેમ - કજે

ક્યારે - કેદીહ 

દોડી ગયો - ધમધી ગો. 

કાઢી મુકવું - ખદેડી મુકવું, તગેડી મુકવું.

હોશિયાર- પાકો, પાકટો,પાકટુ, પાકટી 

ઘણું - બો

જરીક, ઓછું - જીરીક

પડવું - ગબડી

જવું - ગોઈ 

તરસ - તીહ

રિસાઈ - ખતાઈ 

બિમાર - માંદી, માંદો 

કાચો રસ્તો - ગઢેર

નવોઢા - નવરી

વરરાજા - નવરો 

પહેલી વાર સાસરે જતાં વર અથવા કન્યા સાથે મોકલાતો સોબતી -  કુરુલી 

વર અને કન્યા ની લગ્ન ગોઠવનાર - વહટાળિયો 

લાલચમાં આવેલો - પેધો પડનેલો 

છેતરી જવું - ઠગી ગો.   ગો - પુરુષ, ગોઈ- સ્ત્રી, ગુવા. બાળક

ડરપોક, બીકણ- પાદર, પાદરો, પાદરી 

કઈ, કયો, કયા - કેણી, કેણો, કેણા  

ધોતિયું - ફાળિયું 

લેવાના - લેમના 

હોશિયારી - ચપલાઈ 

જલદી - હદિકો, હદિકી,હદિકાં 

નીકળી જાઓ. ચાલુમડા તે. 

બડબડવુ બડબડાટ-  બબડે બબડની, બબડનો 

અભિમાન - ભમરી

લેવા માટે - લેવલાગ 

આવ્યો - આમનો 

ડાકણ - ભૂતાળી 

અશક્ત - પેંગો,ફોદો 

પથ્થર - દગડો, દગડો 

પરોણા,સગા - પાવણો, પાવણી, પાવણા 

વાસણ - બાહણે

કોતરડુ - ખનકુ,ખનકા,ખનકી

ભાત - કોદોઈ 

રાખ - હારખાત 

સાસરું - હહરવાડ  

 સરખો સરખો સરખું - પાધરો પાધરી, પાધરુ 

બારમું - દિયાડો 

ધામણ જનાવર - દિઘાડો

કરચલો - કુચિલો 

પાણીમાં રહેતો બિનઝેરી સાપ- એન્ઢવો

નાનાં ઝીંગા - તૂતીડા 

માટીની તાવડી - ઠીકરી 

માટીનો  વાડકો:  ઠોબલુ

માટીનું તપેલાં આકારનું વાસણ - હાંડલી, હાલ્લી 

પશુ - ડોબો, ડોબી, 

બળદ- ગોધો  

કીડી- મૂઈલી, 

મંકોડો - મૂઈલો

પગ- ટાંટિયો 

ઝઘડ્યા -બાઝાયના 

સાંજે - વખાતે

પત્નીની મોટી બહેન - આકાડહાહુ 

સાસુ - હાહુ

સસરો - હહરો 

પપ્પાના મોટા ભાઈની પત્ની - વડાઈ, મોટીમાય

મસ્તીખોર - ચેન્દરો 

ગુંદર - ગુંદિર 

મગજમારી - ટાંયલા 

શિયાળ - કોલુ, કોલા 

ગરોળી - પચુલી 

વાણિયો જતું - તિડિયો 

પપૈયા- પપે 

ઘૂંટણ - માંડિયા 

અંગારા - ઈન્ગળા, ઇંગાળા 

છાનીમાની - ઓગીઓગી 

છાનોમાનો - ઓગોઓગો

અળવીતરું - ઘેલછપો 

દાતણ - દાતુણ 

મારા ખાશે- ગોદો ખી 

ઠંડી - હી 

અળદ -ઉળીદ 

ચોળી - ચવળા 

બુલબુલ - ટૂપીહૂડિયો 

કાળોકોશી - ઢેચૂડિયો  

ફુલચુસણી - ફૂલચૂક 

ચાકરણ - મુહારમુંડો 

સાપ - ગડાહ, ગડહો 

માળો - ગોઠો 

ભગાડી ગયો - લે નાઠો  

ગાળ બોલનાર - વીજળો 

ખાઉધરો - ચાટો 

હરામખોર - લબાડ

પહેરણ -બડીશ

દારુડીયો - પિધેલ, 


























Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

ધોડિયા બોલીમા જોક્સ | ધોડિયા language joks