Posts

માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

Image
  માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા  માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024 બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક  લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
 Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024

વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

Image
વલસાડ: જિલ્લા શિક્ષણ સમિતિ,સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષક અશોકભાઈ મોહનભાઈ દેસાઈનો સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પાંચયત, વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં ૩૫ વર્ષ... Posted by Mla Arvind Patel on  Saturday, June 15, 2024

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

Image
 સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડિટર (સરસીયા ફળિયા), અલ્પેશભાઈ પટે

નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

Image
 નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સમા પ્રવિણભાઈને  ખેરગામ તાલુકા