Posts

Vansda educational: વાંસદા તાલુકાના ચિકટીયા ગામના રાજેન્દ્રભાઈ પટેલ પીએચ.ડી. થયા.

Image
        Vansda educational: વાંસદા તાલુકાના ચિકટીયા ગામના રાજેન્દ્રભાઈ પટેલ પીએચ.ડી. થયા.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Image
                Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો.

Image
           આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની  પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો. આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ એવા ખેરગામ તાલુકાનાં આછવણીનાં  વ્યવસાયે  પ્રોફેસર ડૉ. સંજયભાઈ વી પટેલ જેઓ હાલ આણંદ જિલ્લામાં ઑડ ખાતે આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેમના  લગ્ન વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના કાકડકૂવા (આમલી ફળિયાનાં બાલુભાઈ નેમલાભાઈ પટેલની સુપુત્રી સ્નેહાબેન જોડે નક્કી કરવામાં આવ્યા હતા. જેમની આજે તારીખ :૦૯-૦૪-૨૦૨૪નાં દિને પીઠી મુહૂર્ત હોય તેઓ આદિવાસી વિચારધારા ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ યુવા પ્રોફેસર ડૉ.સંજય પટેલે ખેરગામ ખાતે બિરસા મુંડા સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પામાળા પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.  એક શિક્ષક તરીકે સમાજમાં યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડયું છે. સમાજના બીજા લોકો શું કરે છે ? તે નહિ પરંતુ મારે સમાજ  માટે શું કરવું જોઈએ? તેવી વિચારધારા ધરાવનારા ડૉ.સંજય પટેલે  લગ્ન પત્રિકા પણ આદિવાસી ગૌરવ સમાન વારલી પેઇન્ટિંગ વાળી પસંદ કરી હતી. ધોડિયા સમાજમાં આજે ડૉ.સંજય પટેલ આ ઉદાહરણરૂપ

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

Image
              Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખ

ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી.

Image
         ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન             ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ 

Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન.

Image
        Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન. વિનોદભાઈ સિંદુરીયા(મું. સાંબા તા.મહુવા. જિ. સુરત) (નિવૃત્ત શિક્ષક )અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. તેઓ દિશા સંગઠનના પાયાના કાર્યકર છે.સદાય સમાજના હિતેચ્છુ શ્રી વિનોદભાઈ સિંદુરીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત.)ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાઈ),૫૧,૦૦૦,/ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ પરિવાર ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવારની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ સાંબા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (,૫૧,૦૦૦/- એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદારહાથે કરેલી મદદ બહુમુલ્ય યોગદાનને

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                       Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગ