Posts

Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

Image
     Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. તારીખ :૧૧-૦૨-૨૦૨૪નાં રવિવારનાં દિને ૯:૦૦ કલાકે ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. જેમાં પોમાપાળ ફળિયાનાં વોર્ડ નંબર -૯ નાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  જેમાં અવનવી વાનગીઓ જેવી કે ઉબાડીયું, પાણીપુરી, સમોસા, મસાલા છાશ, બટાટા પૌંઆ, પાઉંભાજી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, કટલેસ, ભેલ, સેવખમણી, ભૂંગળા જેવી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નફો-ખોટ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, શબ્દોની સમજ મેળવે છે. અને વ્યવહારમાં તેના ઉપયોગ વિશે જાણે છે. તેમજ ગાણિતિક કોયડાઓ અને ક્રિયાઓનો વ્યાવહારિક ઉપયોગિતા કેળવે છે. તેમજ જે તે વાનગીઓનાં બનાવટમાં ઉપયોગી મરીમસાલા, ચીજવસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓ વિશે માહિતગાર થાય છે. તેમજ તેમની બનાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાપિતાને મદદરૂપ થાય. સંપ, સહકાર, ચીવટ, ચોકસાઈ,જેવા ગુણો વિકસિત થાય એ આનંદમેળાનો મૂળ હેતુ રહેલો છે.  ગ્રામ પંચાયત સભ્યશ્રીની મુલાકાત દરમ્યાન આનંદ મેળા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, "

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

Image
               Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

Image
    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ

Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
     Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ : ૦૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં બંને શાળાનાં  કુલ ૪૫ બાળકો અને ૫ શિક્ષકો જોડાયા હતા.  સવારે ૪:૦૦ કલાકે જનતા માઘ્યમિક શાળા (બીરસા મુંડા સર્કલ)  પરથી બસ ઉપાડી હતી, તે સવારે  ૯:૩૦ કલાકે નર્મદા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચી હતી. જ્યાં નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુ ગેલેરી,જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ અને પોઇચા ખાતે નીલકંઠેશ્વર ધામનો સમાવેશ થાય છે.

Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

Image
Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ. તારીખ : ૦૭-૦૨-૨૦૨૪નાં બુધવારના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળાને એસ.એમ.સી.નાં અધ્યક્ષશ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  જેમાં સેન્ડવીચ, રસગુલ્લા, પાણીપુરી, મમરાભેલ,મેગીભેલ, બટાટાવડા, પૌંઆ, રસના, જીરા છાશ, વડાપાઉં, સમોસા, રસના અને વેફર ભેલ, છાશ વડાં અને પૌંઆ, ઉબાડિયું અને ચણાની ભેલ, મમરા ભેલ, છાશ અને મામાસેવ, મેગી ભેલ, મસાલા છાશ, ભેલ, પાઉંભાજી, ભેલ અને પૌંઆ, બટાકા ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય, રસગુલ્લા, ચણાની ભેલ, ચણાની ચટપટી ભેલ, ગાજરનો હલવો, ભજિયાં, પાપડ ભેલ, ચાઇનીઝ ભેલ, ખમણ, નારિયેળ પાણી, પાઈનેપલ જ્યૂસ, દાળ ભેલ, કલમબોર જેવા વાનગીઓ/ફળફળાદીઓનાં ૨૭  સ્ટોલ જોવા મળ્યા હતાં જેમાં ભેલની, સમોસાનાં વાનગીઓના સ્ટોલ વધુ જોવા મળ્યા હતા.            આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ સ્વચ્છતા,વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ,નફો,નુકસાન, હિસાબ, નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે

Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા.

Image
     Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ  નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા. આજરોજ તા.07/02/2024 ના દીને ધરમપુર ડૉ.બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ અને આર ટી ઑ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેકનિક વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટકોનું આયોજન ખેરગામ ભવાની નગર સોસાયટીના રહેવાસી અને વલસાડ પોલીટેકનિકનાં પ્રોફેસર શ્રી નિરલ પટેલ, અને આશીષ પટેલ સહિત સ્ટાફમિત્રો  દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ (સંવિધાન) આપવામાં આવ્યું હતું. રોડ પર જતી વખતે ફોન પર વાત ન કરવી,હેલ્મેટ પહેરવું, કારમાં જતી વખતે સિટબેલ્ટ પહેરવુ,ડ્રિન્ક એન્ડ ડ્રાંઈવ જેવી અનેક નાની સેફટીની બાબતો પોલિટેકનીક કોલેજ વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના CPI શ્રી વસાવા સાહેબ, PSI શ્રી પ્રજાપતિ સાહેબનો ખુબજ સારો સહકાર રહ્યો હતો. જ્યાં સામાજિક આગેવાન વિજય ભાઈ અટારા,હેમંત પટેલ,વિમલ પટેલ,કમલેશ પટેલ, ખેરગામ વે

Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

Image
                                           Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો. તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધોરણ -૩ ની વિદ્યાર્થિની હીર દ્વારા ભેલ, ધોરણ - ૪ નાં વિદ્યાર્થી ધ્રુવ દ્વારા ચણાચાટ, ધોરણ-૫ નાં વિદ્યાર્થી જયમીન દ્વારા ખમણ, ધોરણ -૪ ની હેલી દ્વારા  પૌંઆ, ધોરણ -૪ દ્વિતિ દ્વારા સેવપુરી, ધોરણ -૪ ની મહેક દ્વારા શરબત, ધોરણ - ૪ ની સિયા દ્વારા ઢોકળાં, ધોરણ -૩ ક્રિશ દ્વારા છાશ, ધોરણ -૭ સુહાની દ્વારા પાણીપુરી, ધોરણ -૬ ધ્વનિલ દ્વારા સમોસા, ધોરણ -૮ નીલ દ્વારા બટાટાભાજી, ધોરણ -૭ અંકેશ દ્વારા કટલેશ અને ધોરણ -૩ નાં રાજ દ્વારા ખીચું અને ભૂંગળા નાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓ નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને