Posts

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની(બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ 'દીયાડો' વિધિ કરવામાં આવી.

   video Courtesy : Decision news ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની (બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવી જેને આદિવાસી ભાષામાં  'દીયાડો' કહે છે. આદિવાસી સમાજમાં લુપ્ત થયેલ દીયાડો વિધિ ફરી જીવંત થઈ રહી છે. વર્ષો પહેલાં આદિવાસી સમાજમાં બારમાની વિધિ તરીકે વડવાઓ દિયાડો વિધિ કરતાં હતાં સમાજના પરિવર્તન સાથે આ પ્રથા લુપ્ત થવાને આરે આવી ઊભી હતી. સમયની માંગ સાથે ફરી સમાજના હિતેચ્છુઓ દ્વારા સમાજમાં ફરી આ  વિધિને જીવંત કરવા માટે આગળ આવ્યા છે. આદિવાસી પરંપરા બીજા સમાજ કે ધર્મને આડે આવતું નથી. કે કોઈને હાની પહોંચાડતું નથી. એ ફક્ત આદિવાસી સમાજની ઓળખ ધરાવે છે. 

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

Image
   Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્મા

Mahuva: મહુવાના વસરાઈ મુકામે ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
          Mahuva: મહુવાના વસરાઈ મુકામે  ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. વસરાઈ,તા:૦૩ બિગબેઝ ફોર્મેટમા ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, દાહોદ,રાજપીપળા, વ્યારા, ઉચ્છલ, સુરત, નવસારી, વાંસદા, ડાંગ, અને વલસાડથી લઇ ઉમરગામ સુધીનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા રાઈઝિંગસ્ટાર વ્યારા ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને ₹(૧,૦૦,૦૦૦)એક લાખ રોકડ પ્રાઈઝ અને રનર્સ અપટીમને ₹(૫૧,૦૦૦)એકાવન હજાર રોકડ પ્રાઈઝ સાથે ટ્રોફીશ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ) શ્રી કિશોરભાઈ, (તા. પ્રમુખ) શ્રી દેવુભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ધોડિયા સમાજ મંડળનાં હોદ્દેદારો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ અપાઈ હતી. " વસરાઇ સમાજ ભવનને ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન " સમાજ માટે હું શું કરી શકું આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફલસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં)જમીન લોકાર્પણ આ(૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪માં) વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ,વોલીબોલ, ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે) પાણીની ટાંકી,પ્રોટેક્શન વો

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો.

Image
                                    Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો. તારીખ : ૦૧-૦૩-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમુભોજન કાર્યક્રમ ઉજવાયો હતો.  આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં  બાલવાટિકા અને ધોરણ ૧થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, કોથળા કૂદ, દોરડાં ખેંચ અને બિસ્કીટ પકડ જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. સમૂહભોજનમાં બાળકોને પાઉંભાજી અને પુલાવ કઢી પીરસાયું હતું. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.

Image
        મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી. મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ

Image
    ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ 🙏💐💐🙏

Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

Image
         Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. વસરાઇ સમાજ ભવન ખાતે બોક્સકલવર્ટ નું ખાત મુહુર્ત"અને " પાણીની ટાંકી નું લોકાર્પણ " આજરોજ તારીખ ૦૧-૦૨-૨ ૦૨૪નાં દિને મહુવા  વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા,શ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ), શ્રીમતી શીલાબેન (તા. પ્રમુખ), શ્રી હિતેશભાઈ (પૂર્વપ્રમુખ), શ્રી કિશોરભાઈ, શ્રી ધર્મેશભાઈ, શ્રીમતી લીલાબેન, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ગામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ સરકારશ્રીના અનુદાનથી વસરાઇ ખાતે બોક્સ કલવર્ટ (નાળુ બજેટ ૨૮. ૪૫ લાખ) નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અને તાલુકા પંચાયત મહુવા નાંણાંપંચના સહયોગથી ૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી ટાંકીનું લોકાર્પણ થયું હતું.  મહુવા  વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સાથે સમાજનો હર એક વ્યક્તિ જોડાઈ રહ્યો છે.સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને આગળ લઇ જવામાં સહયોગી શુભચિંતક સાથે ફરીથી (ખાસ તમામ રાજકીય આગેવાનો)નો સમાજ સંગઠન વતી વસરાઈ