Posts

Showing posts from July, 2024

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

Image
    શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

Image
આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી ક...

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
   Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના...

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

Image
 સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે ...

મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.

Image
મહુવા (વસરાઈ) :  બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.  તારીખ :07-07-2 024નાં દિને મહુવા તાલુકાનાં વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે ડો. નિતિન પટેલ (મધરકેર હોસ્પિટલ બારડોલી) દ્વારા હેલ્ધી લાઈફ (નેચર લાઈફ) અંગેનું રસપ્રદ વકતવ્ય યોજાયું. જેમાં તેમણે આરોગ્ય વિષયક માર્ગદર્શન તેમજ હાલની ભાગદોડની જિંદગીમાં શરીર બાબતે શું કાળજી રાખવી અને ખોરાક બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ગ્રામજનો, આગેવાનો અને શ્રી કમલેશભાઈ શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ ,શ્રી ધર્મેશભાઈ, શ્રીમુકેશભાઈ, શ્રીસંજયભાઈ, શ્રીધ્યેય, શ્રી ચિન્તન, શ્રી બકુલભાઈ, શ્રી જિમિલભાઈ, શ્રીતરુણભાઈ. શ્રી અનિલભાઈ વગેરેની ઉપસ્થિતિએ આપણા લોકો તંદુરસ્ત રહે એ આશયે આયોજન થયું હતું. દિવ્ય ભાસ્કર ન્યૂઝ